શું તમે મતલબી છો ? 😁
અત્યાર ના જમાનામાં મતલબી એટલે એની વ્યાખ્યા એ છે કે " જે કામ પડે ત્યારે યાદ કરે તે મતલબી " હા અત્યારે તો આજ વ્યાખ્યા છે ભાઈ. મારો એક સવાલ છે ભાઈ કે લોકો કરે તો શું કરે ? કેમ કે રોઝ રોઝ ફોન કરી ને હાલચાલ પૂછો તો એમ કે એતો નવરા છે, અને જે કોઈ કોઈ દિવસ ફોન જ ના કરે અને કામ પડે ત્યારે ફોન કરે તો કહેશે કે આતો ભાઈ મતલબી છે કામ પડે તોજ યાદ કરે. લોકો ને રોઝ રોઝ યાદ કરે એ પણ નથી ગમતું અને ક્યારેક કામ પડે ત્યારે યાદ કરે તો એ પણ નથી ગમતું હવે એ ખબર નથી પડતું કે કરવું શું ?
તમે જ કહો ભાઈ શું કરવું હવે ? અરે આતો સારું છે ભાઈ પણ વાત જો છોકરા ની આવે ને તો એમ થાય કે અમે છોકરા બની ને જન્મ ખોટો લીધો. અરે છોકરો ઘરે છે તો કહેશે કે ઘર ઘુસ્લો છે અને બાર રહેશે તો કહેશે કે આતો રખડેલ છે તમે જ કહો અમારે હવે ઘરે રહેવું કે બાર જવું. ઠીક છે જવાદો આપડે વાત કરવી મતલબી ની જોવો જોયું જાય તો ભાઈ અહીંયા બધા મતલબી જ છે. કેમ કે દુનિયા છે ભાઈ એ જેમ રહે એમજ બધા રહેશે એતો પાકું છે. આપનુ ઓલું ગીત છે ને ગુજરાતી નું " મતલબી ની દુનિયા માં મતલબી ને માન છે." આ વાત સાચી છે ભાઈ તો તમે ભલે કહો કે હું મતલબી નથી પણ આ દુનિયા છે સાહેબ કે મતલબ થી તો આપડે પણ ક્યારેક જરૂર પડેજ છે. એટલે યાદ રાખજો " મતલબી ની દુનિયા માં મતલબી ને માન છે હો ભાઈ "